આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓ ની પસંદગી સાંસદશ્રી વિનોદ ચાવડા

તારીખ 26/02/2026 થી તારીખ 02/03/2026 દરમિયાન Para Cricket Club of India દ્વારા
શ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓ ની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત તરફ થી કચ્છના 3 ખેલાડીઓ પૈકી
(1) વિભાભાઈ કે. રબારી (કપ્તાન) ગામ સામખીયારી, તા. ભચાઉ – કચ્છ. (2) રશીદ સમા, ગામ તુગા (ખાવડા)
તા. ભૂજ અને (3) જયરામ વણકર ગામ સરલી, તા. ભુજ ની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર કચ્છ જિલ્લા
માટે એક ગૌરવ વાત છે. અંતરિયાળ ગામડાઓ માંથી આવતા આ દિવ્યાંગ ખેલાડીઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ મહેનત
અને હિમત તથા લગન થી આ સિધ્ધી મેળવી છે. તેમની પસંદગી માત્ર વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર કચ્છ
જિલ્લા માટે પ્રેરણાદાઈ ઉદાહરણ છે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ત્રણે ખેલાડીઓ ને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા તેઓનું સાલ ઓઢાડી
સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમની પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.