“તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ લોકોને લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે અને ઠગાઇમાં ગયેલ મુદ્દામાલ પરત કરાવવા તમામ પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

ગઇ તા. ૨૨/૦૧/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) યોગેશભાઇ જેનું સાચુ નામ રમજુ કાશમશા શેખ રહે.શેખ ફળીયુ ભુજ (૨) હાજી સાહેબ જેનું સાચુ નામ અનવરખાન આમદખાન પઠાણ રહે.ભુજ તથા (૩) અહેમદભાઇ જેનુ નામ આમદશા જુસબશા શેખ રહે. ધમડકા તા.અંજારવાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારૂ ગુન્હાહિત કાવતરૂ રચી અને બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત વ્યકિતઓએ ખોટા નામ ધારણ કરી રમજુ કાશમશા શેખના કબ્જાની ઓફીસ પર ઉપરોકત નંબર-(૧)(૨) વાળાઓએ ફરીયાદી સાથે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી ૩૦,૦0,000/-લઇ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા પરત ન આપી બાદ ફરીયાદીને સમાધાન કરવા અંજાર મધ્યે બોલોવી આરોપી નં.(૧) તથા (૩) વાળાએ ધાક ધમકી કરી ધકબુશટનો માર મારી જબરદસ્તી સમાધાન લખાણમાં ફરીયાદીની સહી મેળવી અને એક લાખ રૂપીયા પરત આપી બાકીના રૂ. ૨૯,૦૦,૦૦૦/- ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી કે તે રૂપીયાનું સોનું પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે

પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણાનાઓએ પોતાના રૂબરૂની ફરીયાદ લઇ અને ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક.૩૧૮(૪),૩૧૯(૨), ૧૧૫(૨),૩૫૧(૩), ૬૧,૫૪ મુજબનો ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર. જેઠીનાઓ ચલાવી રહેલ.

જે ગુનાની તપાસ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ય દ્વારા ઉપરોક્ત આરોપીઓ પાસેથી કુલ્લ રૂ.૨૪,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબ્જે કરવામાં આવેલ અને નામ. કોર્ટ ભુજના હુકમ અન્વયે આજ રોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા અરજદારશ્રી શાબાઝ સ/ઓ ગુલામમુર્તજા ચૌહાણ રહે. ફતેહપુર, રાજસ્થાન વાળાને બોલાવી ઠગાઇ વિશ્વાસઘાતમાં ગયેલ રકમ કુલ્લે રૂ.૨૪,૦૦,૦૦૦/- પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરેલ છે.