આધોઇમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેના ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારાતાં છ શખ્સ સામે ગુનો દાખલ

copy image

copy image

copy image

ભચાઉ તાલુકના આધોઇ ગામમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેના ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારાતાં છ શખ્સ સામે ગુનો નોંધાયો હતો.આ બનાવના ત્રણ આરોપીને પોલીસે પકડી પાડયા હતા. વધુમાં મળતી માહિતી અંતર્ગત આધોઇ ગામમાં ગત તા. 4/2ના રાત્રે 11 વાગ્યાથી તા. 5/2ના સવારે ચાર વાગ્યા દરમ્યાન આ ઘટના બની હતી. આધોઈ માં રહેતી એક કિશોરીને લલચાવી-ફોસલાવી તેની સાથે બદકામ કરવાના ઇરાદાથી આરોપીઓએ તેનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. જેમાં જડસા, લલિયાણા અને ચિત્રોડના શખ્સો એવા કમલેશ પોપટ કોળી, આનંદ પેંગા કોળી, સવા રામજી કોળી, કરણ હરિ કોળી, દીપક રવજી કોળી તેમજ રણજિત ડાયા કોળી નામના શખ્સો બાઇક ઉપર આવી કિશોરીનું અપહરણ કરી તેને વાડી વિસ્તારમાં લઇ જઇ શખ્સોએ કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું તેમજ જો કોઈને કહીશ, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીને પકડવા માટેની કામગીરી હાથ ધરાઈ . . કિશોરી પર સામૂહિક દુષ્કર્મના આ બનાવથી ભારે ચકચાર મચી હતી.