અંજારના વરસાણામાં બાવળની ઝાડીઓમાંથી પોલીસે રૂા. 1,08,900નો શરાબનો જથ્થો જપ્ત કર્યો

copy image

copy image

અંજારના વરસાણામાં બાવળની ઝાડીઓમાંથી પોલીસે રૂા. 1,08,900નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે, આરોપી હાજર મળેલ ન હતો. મળતી માહિતી અનુસાર વરસાણાના મુસ્લિમવાસમાં રહેનાર રમજાન અયુબ હિંગોરજા નામના યુવાને મુસ્લિમવાસ પાછળ બાવળની ઝાડીમાં દારૂ લાવી વેચાણ અંગે રાખ્યો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં કુલ્લ રૂા. 1,08,900નો શરાબ જડપાયો હતો જેમાં ગ્રીનલેબલ 750 એમ.એલ.ની 48 બોટલ, ઓલ્ડ મોંકની 750 એમ.એલ.ની 36 બોટલ તથા રોયલ ચેલેન્જના 180 એમ.એલ.ના 31 ક્વાર્ટરિયા એમ રૂા. 1,08,900નો મુદામાલ જપ્ત કરાયો હતો . આરોપી હાજર ન હોતા તેને પકડવાની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઇ છે