અંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર- કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર -વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૦/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના રૂ. ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ. ૧૫૦૦૦ રહેશે. અન્ય નંબરમાં ટુ-વ્હીલરના ફીના દર રૂ. ૨૦૦૦ તથા અન્યના રૂ. ૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા ઈચ્છુકો https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી કરી શકશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર-કચ્છની યાદીમાં જણાવાયું છે.