ખોટી ID બનાવી સસ્તા સોનાની લોભામણી જાહેરાતો વાળા કોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ. આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ તથા સુનિલભાઇ પરમારનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ફારૂક હુશેન સમા રહે. સરપટનાકા બહાર શાંતીનગર ભુજ વાળો હાલે પોતાના કબ્જાના રહેણાક મકાનના આગણામાં આવેલ રૂમ પાસે હાજર છે અને પોતે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનમાં ખોટા નામે ફેક આઈ.ડી.ઓ બનાવી તે આઈ.ડી.ઓમાં તથા ગૃપો બનાવી તેના ભારતીય ચલણી નોટોનો વિડીઓ તથા સસ્તા સોનાના વિડીઓ બનાવી જેમાં અલગ-અલગ પેટીમાં ભારતીય ચલણની નોટો બંડલો જેમાં પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીઆના બંડલો અથવા સાઇડ કલર કરેલ કોરી નોટો રાખી અને રૂપીયા ત્રણ ગણા આપવા સબંધેના વીડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરે છે, તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને તેના કબ્જામાં તે મતલબેનો મુદ્દામાલ પણ પડેલ છે. જે મળેલ હકીકત આધારે તપાસ કરતા ફારુક હુશેન સમા ઉ.વ.૨૨ રહે. સરપટનાકા બહાર શાંતીનગર ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં ‘rajesh252620” નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચાલુ હોય અને તે આઈ.ડી.માં ભારતીય ચલણની રૂ.૫૦૦ ની તથા રૂ.૨૦૦ ની નોટાના બંડલોના

અલગ-અલગ વિડિયો તથા સોના જેવા લાગતા બિસ્કીટના વીડીઓ પોસ્ટ કરેલ તથા બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનુ આપવાની જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે બાબતે પૂછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામ અને વોટસઅપમાં અન્ય લોકો સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની જાહેરાત બનાવી સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૧૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૯ (૨), ૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી

  • ફારક હુશેન સમા ઉ.વ.રર રહે. સરપટનાકા બહાર શાંતીનગર ભુજ
  • કબ્જે કરેલ મદામાલ
  • ભારતીય ચલણના રૂપીયા ૫૦૦/- ના દરની નોટોના બંડલોની ઉપરના તથા નીચેના ભાગે એક-એક સાચી ભારતીય ચલણની કુલ ૨૦ નોટો જેની કી.રૂા. ૧૦,૦૦૦/-
  • ભારતીય ચલણ જેવીજ દેખાતી સાઇડમાં કલર કરેલ કોરી નોટોના ૫૦૦/-ની નોટોના બંડલો નંગ-૫૦ જેની કી.રૂ|. 00/00
  • ભારતીય ચલણના રૂપીયા ૨૦૦/- ના દરની નોટોના બંડલોની ઉપરના તથા નીચેના ભાગે એક-એક સાચી ભારતીય ચલણની કુલ ૨૦ નોટો જેની કી.રૂા. ૪,૦૦૦/-
  • ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીઆ લખેલ નોટોના ૨૦૦/-ની નોટોના બંડલો નંગ-૫૦ જેની કી.રૂા.
  • અમેરીકન ચલણની ડોલર ૧૦૦/- ના દરની બંડલો જેવા દેખાતા બંડલો બનાવી બંડલો ઉપરના તથા નીચેના ભાગે એક-એક સાચી અમેરીકન ચલણના ૧૦૦/- ની કુલ ૦૨ નોટો જેની કી.રૂા. ૧૮,૦૦૦/-

अमेरीडन ONE HUNDRED DOLLAH THE UNIETED STATES OF CHERICA

નોટોના ૧૦૦/- ની નોટોના બંડલો નંગ-૯૦ જેની કી.રૂા. ૦૦/0

  • મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫૦૦૦/-