બે દિવસથી ગુમ આધેડ બાવળની ઝાડીમાંથી મૃત હાલત મળી આવતા ચકચાર

body

copy image

copy image

બે દિવસથી ગુમ એવા બિદડાના 40 વર્ષીય આધેડ બાવળની ઝાડીમાંથી મૃત હાલત મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, 7/2થી ગુમ થયેલા બિદડાના નિકેત મણાલાલ ઠક્કર નામના આધેડ બિદડાના સાધના આશ્રમ પાછળ ક્રિકેટના ગ્રાઉન્ડ તરફ જવાના માર્ગે આવેલ બાવળની ઝાડીમાંથી મૃત હાલતમાં મળી આવેલ હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.