ચુડવાના સીમમાંથી છ ખેલીઓ ઝડપાયા

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ચુડવા ગામના સીમ વિસ્તારમાંથી છ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચુડવાના સીમ વિસ્તારમાં અગ્રવાલ ટિમ્બરની સામે આવેલી બાવળની ઝાડીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી 12,700 ની રોકડ સાથે છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.