ગાંધીધામ-આદીપુર રેલવે સેક્શનમાં ચૌહરિકરણ કરવાના કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ-આદીપુર ચૌહરિકરણ (Quadrupling) પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિન-આદીપુર સ્ટેશનો વચ્ચે કમીશનીંગથી સંબંધિત સૂચિત (TWO) કામને લીધે 13 ફેબ્રુઆરી 2026 સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ કેબિન અને આદીપુર સ્ટેશનો વચ્ચે ચારગણા (Quadrupling) કમીશનીંગનું કામ પ્રગતિ પર છે. આ પરિયોજના ક્ષેત્રમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ચારગણું થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત થશે. સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે, જેનાથી ક્ષેત્રીય વેપાર, ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે.
અમદાવાદ મંડળ દ્વારા પરિયોજનાને સમય-સીમામાં પૂર્ણ કરવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ ભારતીય રેલવેની આધુનિક, ઝડપી અને વિશ્વાસપાત્ર રેલવે સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
પૂર્ણરૂપે રદ ટ્રેનો
- ટ્રેન નંબર 19405/19406 પાલનપુર-ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ 13 ફેબ્રુઆરી 2026 સુધી રદ રહેશે.
- ટ્રેન નંબર 12965 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 09415/09416 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 09010 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 09011 બાન્દ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
- ટ્રેન નંબર 09012 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
આંશિક રદ ટ્રેનો - ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 14321/14311 બરેલી-ભુજ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ સામાખ્યાલી અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 14322/14312 ભુજ-બરેલી એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-સામાખ્યાલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમોભારત એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 સુધી ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ધ્રાંગધ્રા અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમોભારત એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 સુધી ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ધ્રાંગધ્રા વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસ 10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભીલડી-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
- ટ્રેન નંબર 22484 ગાંધીધામ-ભગત કી કોઠી એક્સપ્રેસ 11,12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભીલડી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
માર્ગ પરિવર્તિત ટ્રેનો
• ટ્રેન નંબર 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 9 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
• ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
• ટ્રેન નંબર 22955 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
• ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 9,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
• ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.