ધોરડોમાં ફૂડ સેફ્ટી અવેરનેસ તથા રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ – કચ્છ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ અને fssai રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના
ધોરડો ખાતે (સફેદ રણ) આવેલ ફૂડ સ્ટોલ તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરવામા આવી હતી. ફૂડ સ્ટોલ ધારકોને તાજો શુદ્ધ ખોરાક
બનાવવા તેમજ પીરસવા અને હાઇજેનિક કન્ડીશનમાં સાચવણી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ ફૂડ સ્ટોલની તપાસ કરી તેઓને
રજિસ્ટ્રેશન તથા લાયસન્સ બાબતે માહિતી આપી સ્થળ ઉપર રજિસ્ટ્રેશન અરજી ઓનલાઇન પ્રોસેસ કરાઈ હતી. જેમાં ૩૦ જેટલા ફૂડ લાયસન્સ
રજિસ્ટ્રેશન સ્થળ પર આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ ભુજના સચિન પંડ્યા તથા તોલમાપ વિભાગના
ચંદનસિંહ હાજર રહ્યા હતાં. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ – કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર શ્રી એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ, વી.એમ.
બરંદા, હેલ્પર અને ઓપરેટર દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.