સસ્તા સોનાના બહાને ઠગાઇ વિશ્વાસઘાત કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપેલ હોય.
ગઇ તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) મોહીત સોની જેનું સાચુ નામ રીઝવાન રમજુ મોખા રહે.ભુતેશ્વર ભુજ (૨) મોહમ્મદઅલી જેનું સાચુ નામ જુસબ વલીમામદ કકલ રહે.ઓધવવંદના સોસાયટી ભુજ તથા (૩) નવાબ જેનુ સાચુ નામ અબ્બાસ જુસબ મોખા રહે. ભીડગેટ ભુજવાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારૂ ગુન્હાહિત કાવતરૂ રચી અને બજાર ભાવ કરતા સસ્તુ સોનું આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત જુસબ વલીમામદ કકલ અને અબ્બાસ જુસબ મોખા નાઓએ ખોટા નામ ધારણ કરી ફરીયાદી સાથે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી ૪,૩૦,૦૦૦/- લઇ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૮/૨૦૨૬ IPC ACT ની ક.૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠી નાઓ ચલાવી રહેલ.
જે ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા જે.બી.જાદવ તથા એમ.એચ.શિણોલનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ. જે સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહા તથા સુરેંદ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજાનાઓ આરોપીઓની વોચમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રીઝવાન રમજુ મોખા રહે.ભુતેશ્વર ભુજ તથા અબ્બાસ જુસબ મોખા રહે. ભીડગેટ ભુજવાળા મળી આવતા એલ.સી.બી. ઓફીસ
લઇ આવી ઉપરોકત ગુના કામે ધોરણસર અટક કરી અને તેમની પાસેથી કુલ્લ રૂ.૧,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબ્જે કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપી
રીઝવાન રમજુ મોખા રહે.ભુતેશ્વર વિસ્તાર રહીમ આબાદ મસ્જીદની બાજુમાં ભુજ > અબ્બાસ જુસબ મોખા રહે.ભીડગેટ બહાર દાદુપીર રોડ ભુજ
- પકડવાનો બાકી આરોપી
જુસબ વલીમામદ કકલ રહે.ઓધવવંદના સોસાયટી ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦/-
- સ્વિફ્ટ ગાડી રજી.નં. જીજે.૧૨.એફ.બી.૭૯૨૮ જેની કિં.રૂ.૨,૦૦,000/-