ગાંધીધામમાં 24 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામમાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેનાર સવજી ધેડા નામના યુવકે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર રસોડામાં જઇ લાકડાં સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.