અંજારના ચાંદ્રોડા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત

acc

copy image

copy image

અંજારના ચાંદ્રોડા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 33 વર્ષીય યુવાનનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ચાંદ્રોડામાં રહેનાર વાલા મરંડ નામનો યુવાન એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તે સમયે પુરપાટ આવી રહેલ ટ્રકના ચાલકે તેને હડફેટમાં લેતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.