દેશલપર બસ સ્ટેશન નજીક એક વૃદ્ધાને ગાડીએ અડફેડે મોત
copy image

મુંદ્રા તાલુકાનાં દેશલપર (કંઠી) બસ સ્ટેશન નજીક એક વૃદ્ધાને ગાડીએ અડફેડે લેતાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 4-2ના દેશલપર (કંઠી)ના બસ સ્ટેશન નજીક પબીબેન નામના વૃદ્ધા ઊભા હતા તે સમયે સફેદ ગાડીના ચાલકે તેમને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્ર્સ્ત હાલતમાં આ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.