ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
copy image

ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી ઈશમને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ કેસના આરોપી કુમાર ચૌહાણ ફાઈનાન્સ કન્સલ્ટન્સીનું કામકાજ કરતો હોવાથી લોન માટે માર્જિનમની ભરવા અર્થે ફરિયાદી મોહિત તેજમાલ સિંધલ પાસેથી રૂા. 1.40 લાખ ઉછીના લીધા હતા જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ નવ ટકા વ્યાજ સહિત રૂા. 1,58,000 વળતર ફરિયાદીને ચૂકવવા આદેશ જાહેર જર્યો હતો. ઉપરાંત વળતર ચૂકવવામાં કસૂર કરે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો છે.