નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરીના વણશોધાયેલ બે ગુના શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
આશરે દસ થી પંદર દિવસ અગાઉ નલીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન-૦૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) તથા પાર્ટ એ ગુ.ર.ન-૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪),૬૨ મુજબનો રાત્રી ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ.
જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, પોલીસ હેડ કોન્સ સુનિલભાઇ પરમાર, લાખાભાઈ રબારી, વિક્રમસિહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ સદર ગુનાઓ શોધી કાઢવા અબડાસા તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોથાળા ગામના ચાર રસ્તા પાસે આવતા સુનિલભાઇ પરમાર તથા લાખાભાઇ રબારીનાઓને હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “કિશોર વસંત કોલી મુળ રહે-મોથાળા તા-અબડાસા હાલે.રહે-બાંભડાઇ તા-માંડવી વાળો તથા તેની સાથે અન્ય બે માણસોએ મોથાળા ગામમાથી અલગ-અલગ દુકાનોમાંથી ચોરીઓ કરેલ છે અને હાલે આ માણસો કંઢાય ગામથી મોથાળા ગામ તરફ મો.સા થી આવી રહેલ છે અને ચોરી કરેલ મુદ્દામાલ સગે-વગે કરવાની ફીરાકમા છે.” જે હકીકત આધારે તપાસ કરતા ત્રણ ઇસમો (૧) કિશોર વસંત કોલી ઉ.વ.૨૫ મુળ.રહે.મોથાળા તા.અબડાસા હાલે.રહે-બાંભડાઇ તા-માંડવી બાદ (૨) હરેશ મમુ કોલી ઉ.વ.૨૩
મુળ.રહે.રામપર (રોહા) તા.નખત્રાણા હાલે.રહે-કંઢાય વાડી વિસ્તાર તા-અબડાસા (૩) મુકેશ વસંત કોલી ઉ.વ.૨૨ મુળ રહે. મોથાળા તા.અબડાસા હાલે. રહે-કંઢાય વાડી વિસ્તાર તા-અબડાસા વાળઓ મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગાતા કોઇ પોતાની પાસે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ અને યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા કબુલાત આપેલ કે આજથી દસ થી પંદર દિવસ અગાઉ રાત્રીના સમયે અલગ-અલગ દુકાનોમાથી પતરા ખોલી અંદર પ્રવેશી અને દુકાનમાથી ચોરી કરી લીધેલ અને બાદ અમારા પાસે રાખી દીધેલ અને આજરોજ અમો આ વેંચવા માટે નીકળેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી સારૂ નલીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
→ પકડાયેલ આરોપી
- કિશોર વસંત કોલી ઉ.વ.૨૫ મુળ રહે.મોથાળા તા.અબડાસા હાલે. રહે-બાંભડાઇ તા-માંડવી બાદ
- હરેશ મમુ કોલી ઉ.વ.૨૩ મુળ. રહે.રામપર(રોહા) તા.નખત્રાણા હાલે. રહે-કંઢાય વાડી વિસ્તાર તા-અબડાસા
- મુકેશ વસંત કોલી ઉ.વ.૨૨ મુળ રહે.મોથાળા તા.અબડાસા હાલે.રહે-કંઢાય વાડી વિસ્તાર તા-અબડાસા
કબ્જે કરેલ મદામાલ
- રોકડા રૂપીયા ૧૨,૯૯૦/-
- સ્પ્લેન્ડર પ્લસ કંપનીની મો.સા. જેનો રજી.નં. GJ-12-BG-5175 કિં.રૂ. ૨૦,૦૦૦/-
- મોબાઇલ ફોન ૦૫ જેની કિં.રૂ.૧૧,૫૦૦/-
- રેડીમેન્ટ પેન્ટ નંગ-૩૩ કુલ કિં.રૂ.૯,૯૦૦/-
- શર્ટ નંગ-૩૨ કુલ કિ.રૂ.૯,૬૦૦/-
- બનીયાન નંગ-૧૫ કુલ કિ.રૂ.૧૫૦૦/-
- પગરખા જોડી નંગ-૦૪ કુલ કિ.રૂ.૮૦૦/-
- કાંડા ઘડીયાળ નંગ-૦૯ કુલ કિ.રૂ.૧૮૦૦/-
- લાઇટર નંગ-૨૧ કુલ કિ.રૂ.૨૧૦/-
- યાર્જીંગ કેબલ નંગ-૧૦ કુલ કિ.રૂ.૧૦૦૦/-
- ચાર્જર નંગ-૦૧ જેની કિ.રૂ.૧૦૦/-
- ફોગ કંપનીના સ્પ્રે નંગ-૦૨ કુલ કિ.રૂ. ૨૦૦
- UBON કંપનીનુ સ્પીકર નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦/-
UBON કંપનીનુ ઇયર બર્ડ નંગ-૦૧ જેની કિં.રૂ.૧૦૦૦/-
નેક બેન્ડ ઇયરફોન નંગ-૦૩ કુલ કિ.રૂ.૯૦૦/-
- કાળા કલરના ચસ્મા નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦/-
- તમાકુ ભરેલ થેલી નંગ-૦૧ જેમાં રહેલ તમામ તમાકુઓની કિ.રૂ.૨૦૦૦/-