રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી

આજરોજ રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભાખંડ ખાતે રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા ની અધ્યક્ષતામાં રાપર તાલુકા સંકલન સમિતિ ની બેઠક મળી હતી જેમાં તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ને લગતા વિવિધ પ્રશ્ર્નો ની રજુઆત કરવામાં આવી હતી જેના ઉકેલ માટે જે તે વિભાગના સબંધિત અધિકારી ને સુચનાઓ આપવા મા આવી હતી આજે યોજાયેલ બેઠક મા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી તાલુકા વિકાસ અધિકારી વાઘેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા નાયબ કાર્યપાલક ઈજનેર બી.એન.બાંભણીયા આર.કે.શમાઁ કલ્પેશ કારલીયા મદુભા વાઘેલા મહેન્દ્સિંહ વાઘેલા વિનુભાઈ થાનકી ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળી એન્જીનીયર આશિષ ગૌસ્વામી નાયબ મામલતદાર બી.ડી.કોરાટ કિશોર મહેશ્વરી સહિત તમામ વિભાગો ના અધિકારીઓ અને સંકલન સમિતિ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા