ભચાઉમાં જાહેરમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમનાર શખ્સ પોલીસની ગિરફ્તમાં
copy image

ભચાઉમાંથી જાહેરમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમનાર ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેનાર જય દેવેન્દ્ર ઠક્કર નામનો શખ્સ પોતાના મોબાઇલમાં ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પડી ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમનાર આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.