વરસામેડીમાં વિજ શોક લાગતા 17 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં વિજ શોક લાગતા 17 વર્ષીય કિશોરે જીવ ખોયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામમાં રહેનાર નૈતિક ભાનુશાળી નામનો કિશોર ગત રાત્રીના સમયે સોસાયટીમાં હતો તે સમયે અહી તે છકડામાં સળીયા ભરી રહ્યો હતો તે દરમ્યાન લોખંડનો સળીયો ત્યાંથી પસાર થતી મુખ્ય વિજ લાઇનમાં અડી જતાં આ કિશોરને વિજ શોક ભરખી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ આ કિશોરને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.