માર્ચ માસ નજીક આવતાં વિવિધ સરકારી વિભાગો પોતાના વાર્ષિક લક્ષ્યાંકો પૂર્ણ કરવા સક્રિય બન્યા

માર્ચ માસ નજીક આવતાં વિવિધ સરકારી વિભાગો પોતાના વાર્ષિક લક્ષ્યાંકો પૂર્ણ કરવા સક્રિય બન્યા છે તેની જ કડીરૂપે પશ્ચિમ કચ્છમાં PGVCL દ્વારા છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાં રૂપે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેણાંક ગ્રાહકોના બાકી કનેક્શનોને નિશાન બનાવી ટીમો સ્થળ પર ડિશ કનેકશન માટે પહોંચી રહી છે રસપ્રદ બાબત એ છે કે જ્યારે pgvcl ની ટીમ કનેક્શન કાપવા માટે પહોંચે છે ત્યારે અનેક ગ્રાહકો સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ ક્નકેશન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી પરિણામે નોંધપાત્ર વસૂલાત મળી રહી છે છેલ્લા એક માસમાં 89 કરોડના બાકી વીજ બિલ સાથે 19.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જે કુલ બાકી રકમ સામે મહત્વપૂર્ણ ગણાય છે છતાં પણ મોટી રકમ હજી બાકી હોવાથી તંત્ર કાર્યવાહી વધુ કડક બનાવવાના મૂડમાં છે