કરીયાણાની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણત્રરીના કલાકોમાં મુદામાલ સાથે પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં મિલકતા સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં આવેલ ગુરૂવે શોપીંગ સેન્ટરમાં દિવસ દરમ્યાન એક અજાણ્યા ઇસમ દ્વારા રોકડ રકમની ચોરી કરી ગયેલનો બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશના ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૦૨૬૦૦૫૩/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫,૩૩૧(૩) મુજબનો ગુનો દાખલા થયેલ હોય આ ચોરીના ગુના ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.બુબડીયા નાઓએ રાપર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ રહી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ટેકનીકલ એનાલીશીસ તેમજ યુહ્મન શોર્સના આધારે આગુનામાં સંડોવાયેલ આરોપીને ગણત્રીના કલાકોમાં ચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

♦ પકડાયેલ આરોપીનું નામ-

(૧) ભાવિનભાઇ ભરતભાઇ સંઘાર ઉ.વ-૨૦ રહે-પાવરહાઉસ રાપર કચ્છ

  • શોધી કાઢેલ ગુનાઓની વિગતઃ-

રાપર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૦૨૬૦૦૫૩/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫,૩૩૧(૩)

કબ્જે કરેલ મુદામાલ:-

ક્ર મ

મુદામાલ ની વિગત

કિમત રુપિયા

રીમાર્કસ

૧ | ચોરીમા ગયેલ રોકડ રકમ

৭,৭৭,৭৩০/-

મોબાઇલ ફોન નં-૦૧

२००००/-

કુલ રુપિયા

१,३१,१७०/-

  • કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.બી.બુબડીયા તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.