હરુડીમાં 19 વર્ષીય યુવા પરિણીતાએ જીવનલીલા સંકેલી

copy image

copy image

ભુજના હરુડીમાં 19 વર્ષીય યુવા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, હરુડીમાં રહેનાર પ્રિયંકાબેન રબારી નામની પરિણીતા પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.