નંદગામમાં ગેસ સિલિન્ડરની લાઇન ફાટતાં દાઝી જનાર વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત

body

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ નંદગામમાં ગેસ સિલિન્ડરની લાઇન ફાટતાં દાઝી જનાર 65 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 6/2ના સવારના સમયે નંદગામમાં આ ઘટના બની હતી. નંદગામમાં ગત તા. 6/2ના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર કુંવરબેન પોતાના ઘરે હતા. તે સમયે ગેસ સિલિન્ડરની લાઇન કોઇ કારણોસર ફાટતાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.