મહારાષ્ટ્રના પૂણેથી કચ્છ ફરવા આવેલ યુવાનના વાહનની ડેકીમાંથી કેમેરાની તસ્કરી

scooty chor

copy image

copy image

મહારાષ્ટ્રના પૂણેથી કચ્છમાં ફરવા આવેલ યુવાનના વાહનની ડેકીમાંથી કેમેરાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ; છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 25/1થી 30/1 દરમ્યાન મહારાષ્ટ્રના પૂણેમાં રહેનાર સોફ્ટવેર ઇજનેર હંસરાજ ઉમેશ સહાની નામનાઓ યુવાન પોતાની મિત્ર શ્રેયા ચૌવલે સાથે ફરવા માટે કચ્છ આવેલ હતો. આ બંને મિત્રો સ્મૃતિવન ફરવા ગયા હતા. જ્યાં સ્મૃતિવનના પ્રવેશ ગેટ નજીક રોડની બાજુએ વોક-વે પર એક્ટિવા મૂકી અંદર ફરવા ગયેલ હતા. બાદમાં પરત આવતા એક્ટિવાની ડેકી ખૂલી જોવા મળી આવી હતી. વધુ તપાસ કરતાં આ એક્ટિવાની ડેકીમાં મુકેલ રૂા. 45,000નો કેમેરો ગુમ જણાયો હતો. અજાણ્યા ચોર ઈશમોએ કોઈ પણ રીતે એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી આ કેમેરાની ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.