અમદાવાદમાં નબીરાઓ બેફામ : કારચાલકે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી મોપેટને હડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો

image-95

copy image

copy image

અમદાવાદમાં નબીરાઓ બેફામ બની ચૂક્યા છે ત્યારે નશાની હાલતમાં બેફામ વાહન હંકારી અકસ્માત સર્જવાની ઘટનાઓ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ વધુ એક હચમચાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં, રાતના સમયે અમદાવાદનાં નરોડા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક દારૂ પીધેલા કાર ચાલકે મોપેડને હડફેટે લેતા પતિ-પત્ની અને તેમની ચાર વર્ષની માસૂમ દીકરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જનારે ઘટના બાદ ભાગવાની કોશિશ કરનાર ચાલકને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો.