આધાર પુરાવા વગરના બાઇક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેશાઇ, મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડા તથા રાજેશભાઈ વેગડાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માંડવી પોસ્ટ ઓફીસ ત્રણ રસ્તા પાસે આવતા મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “માંડવી નગરપાલીકાના ગ્રાઉન્ડમાં મામદ ઇભલા ખલીફા રહે. જી.ટી. હાઇસ્કુલની બાજુમાં, માંડવી-કચ્છ વાળા પાસે એક મોટર સાયકલ જેનો રજી.નં. GJ.12.AP.7675 છે તે લઇને ઉભેલ છે. જે વાહન શંકાસ્પદ છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વાળો ઇસમ ઉપરોક્ત નંબર પ્લેટ વાળા મોટર સાઇકલ સાથે મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ મોટર સાઇકલ બાબતે પુછતા કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનું જણાવેલ તથા આજથી ત્રણ વર્ષ પહેલા સોકત અબ્બાસ નોડે રહે. સીવીલ હોસ્પીટલ પાસે, માંડવી વાળા પાસેથી રૂપીયા ૧૦,૦૦૦/- માં ખરીદેલ હતી. જે વખતે આ સોકતે કોઇ આર.સી. બુક આપેલ નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માંડવી પોલીસ સ્ટેશનએ હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • હોન્ડા કંપનીની સાઇન મો.સા. જેનો રજી.નં. GJ.12.AP.7675 છે જેની કિં.રૂ. ૧૦,૦૦૦/-

→ પકડાયેલ ઇસમ

મામદ ઇભલા ખલીફા ઉ.વ. ૫૬ રહે. જી.ટી. હાઇસ્કુલની બાજુમાં, માંડવી-કચ્છ

પકડવાનો બાકી ઇસમ

  • સોકત અબ્બાસ નોડે રહે. સીવીલ હોસ્પીટલ પાસે, માંડવી