સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ અને લઘુ ભારતના દર્શન – સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

કચ્છ ની આર્થિક રાજધાની ગાંધીધામ ના 12/02/2026 નાં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તે નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ આયોજીત શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા લઘુભારત દર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઝંડા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમ માં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સ્વચ્છ ગાંધીધામ માટે નાગરિકો ને પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. ગાંધીધામ સ્થાપના દિન ની ઉજવણી રૂપ કાર્યક્રમ માં ના કચ્છ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ સંદેશ દ્વારા જણાવ્યું હતું કે ગાંધીધામ નાં વિકાસમાં દરેક વર્ગનું મહત્વનુ યોગદાન છે. અન્ય શહેરો ની તુલના એ ગાંધીધામ શહેર નો વિકાસ ઝડપી છે. આર્થિક રાજધાની ગાંધીધામ માં ભારત ભરના દરેક પ્રાંત નાં લોકો હળીમળી અહી સાથે રહ્યા છે. તેથી જ અહી લઘુભારત દર્શન થાય છે. સ્વચ્છ અને સુંદર ગાંધીધામ માટે લાંબા સમયથી
પ્રયાસો આરંભાયા છે. ઔદ્યોગિક અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે જે પ્રકારે ગાંધીધામ ની ઓળખ ઊભી થઈ છે તે પ્રકારે સ્વચ્છ ગાંધીધામ સુંદર ગાંધીધામ બનાવવા માળખાકીય સુવિધાઓ, સવલતો ઉભી કરવા સૌ ના સાથ અને સહકારની અપેક્ષા છે તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌ નૃત્ય કલાકારો નું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા માનસિક વિકલાંગ (હરિ અસરો સ્કુલ) અને મુકબધીર (મોટા લક્ષ્મી સ્કુલ) ના બાળકોએ પણ પોતાની વિશેષ પ્રસ્તુતિ આપી હતી. જેમાં ઇશારાની ભાષામાં એમને આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ગીત પ્રસ્તુત કર્યું હતું. ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તરફથી શુભેચ્છા પાઠવતા સાંસદ સ્વ્ચ્છતા મેરેથોન, સાંસદ એથ્લેટિક્સ ટુર્નામેંટ, સાંસદ કરાટે સ્પર્ધા, સાંસદ ફૂટબોલ સ્પર્ધા, સાંસદ લઘુભારત સાંસ્ક્રુતિક મહોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેલાડીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમત – ગમત સંકૂલ ગાંધીધામ ખાતે સાંસદ એથલેટીક્સ ટુર્નામેંટ માં 100 મીટર, 200 મીટર 400 મીટર, 800 મીટર, 1500 મીટર દોડ ની વિવિધ કેટેગરીમાં સ્પર્ધા માં ખેલાડીઓ સારું પ્રદર્શન કરેલ હતું. આ પ્રસંગે ગુજરાત સરકાર ના રાજય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ધવલભાઈ આચાર્ય, સર્વશ્રી વિજયભાઇ પરમાર, તેજશભાઈ શેઠ, મનોજભાઇ મૂલચંદાણી, મોંમાયાભાઈ ગઢવી, ભરતભાઇ મીરાણી, વિજયસિંહ જાડેજા, એ.કે. સિંઘ, કમલભાઈ શર્મા, કમલેસભાઈ પરિયાણી, સુરેશભાઇ ધુવા, ભરત પ્રજાપતિ, દિપેશ ભટ્ટ, સાગર સુકલા, કલ્પેશ પટેલ, પ્રવીણ ધેડા, હિતેશ મહેશ્વરી, વૈભવીબેન, રાજભા ગઢવી, પુજા ઠક્કર, મયૂરી ઠક્કર, ગીતા ગણાત્રા, પારશબા જાડેજા, કાન્તાબેન સોલંકી,
વંદનાબેન ધુવા, મનમીત કૌર, માનસિંહ ગુપ્તા, હંસાબેન જ્ઞાનચંદાણી, સુનિતા ગુપ્તા વિગેરે લોકો હાજર રહ્યા હતા.