માંડવીના વાંઢમાં ગાડી રિવર્સ લેતી વેળાએ માસૂમનું મોત

copy image

copy image

માંડવી ખાતે આવેલ વાંઢમાં ગાડી રિવર્સ લેતા સમયે દોઢ વર્ષના માસૂમ બાળક પર પૈડાં ફરી વળતાં આ માસૂમે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, હતભાગી માસૂમ ઘરમાં હતો તે દરમ્યાન ગાડી રિવર્સમાં લેતી વખતે તેની પર વાહનનાં પૈડાં ફરી વળતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી હોવાનું સામે આવ્યું છે.