ભુજમાં સતત વધી રહેલ અકસ્માતો મામલે શહેરીજનો ગત મોડી રાત્રે રસ્તા પર ઉતર્યા : એકતા માર્કેટ પાસે આવેલ ચાર રસ્તા પર ચક્કાજામ કર્યો

શહેરમાં સતત વધી રહેલા અકસ્માતના ભયમાં હવે રહેવાસીઓએ આકરા પાણીએ થયા છે અને જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ અહીંથી વાહન જઈ શકશે નહીં તેવી માંગ સાથે રહેવાસીઓ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને ભુજ એરપોર્ટ રોડ બ્લોક કર્યો હતો ત્યારે આજે કચ્છ કલેકટર કચેરીએ સ્થાનિક લોકો રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અને આ મામલે તંત્ર ભારે વાહનો બંધ કરાવે તેવી માગ કરી હતી.

શહેરમાં ભારે વાહનોની બેદરકારીના કારણે અનેકવાર લોકોના જીવ ગયા હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો અને આજે રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો સમયાંતરે ભારે વાહનો પર તંત્ર રોક નહિ લગાવે તો કોઇપણ સમયે સ્થાનિક લોકો ફરી વિરોધ નોંધાવી ચક્કાજામ કરશે તેવી ચિમકી ઉચારી હતી.