સુવઇમાં બાઇક સવાર યુવાન પર બે શખ્સોનો હુમલો
copy image

રાપર ખાતે આવેલ સુવઇમાં બાઇક પર જઇ રહેલા યુવક પર બે શખ્સોએ હુમલો કરી દીધાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, ભચાઉ તાલુકાના કકરવામાં રહેનાર નવીન છગન મહેશ્વરી તથા અરવિંદ કરમશી મહેશ્વરી બાઇકથી સુવઇ તરફ જઈ રહ્યા હતા તે સમયે ફરિયાદી નવીનને માથામાં અચાનક લાગતાં તે નીચે પટકયો હતો. બાદમાં આરોપી ઈશમોએ અહી આવી ફરિયાદી પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. અગાઉના ઝગડાનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.