રાપરમાં જાહેરમાં જુગટું રમતા બેની ધરપકડ

jug

copy image

copy image

રાપરમાં જાહેરમાં જુગટું રમતા બે શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સમાવાસ વિસ્તારમાં શેરીમાં જાહેરમાં અમુક ઈશમો જુગાર રમી રહ્યા હતા. ત્યારે મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે અચાનક અહી રેડ પાડી જુગાર રમતા બે ઈશમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂા. 13800ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.