ચોપડવા રેલવે ટેક પર ટ્રેન હેઠળ આવી જતાં ભચાઉના શખ્સનું કમકમાટી ભર્યું મોત
copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા રેલવે ટેક પર ટ્રેન હેઠળ આવી જતાં ભચાઉના શખ્સનું મોત થયુ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 13/2ના સાંજના અરસામાં આ ઘટના બની હતી. ચોપડવા રેલવે ટેકથી ચીરઈ જતા રસ્તા પર હતભાગી મદારસિંહ જ્યારે રેલવે ફાટક ઓળંગી રહ્યા તે સમયે ટેન આવી જતાં તે ટેક પર ટ્રેન હેઠળ આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.