બળદિયામાં 22 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

ભુજના બળદિયા ગામે 22 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજ તાલુકાનાં બળદિયામાં રહેતા હંસાબેન કોલીએ ગત સાંજના અરસામાં પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.