આધાર પુરાવા વગરના (કોપર)તાંબાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ- ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર આધાર પુરાવા વગરની ચીજ વસ્તુઓની હેરફેર રોકવા તથા ગેરકાયદેસર હેરફેર કરનાર ઇસમોને પકડી પાડી તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી, ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી.પરમાર તથા श्री પી.સી.શીંગ રખીયાનાઓએ એસ.ઓ.જી. સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમોને પકડી પાડવા જરૂરી સુચના આપેલ. જે અન્વયે તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઇકાલ તા.૧૪/૦૨/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. માણેકભાઈ ગઢવી તથા એ.એસ.આઈ.જોરાવરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અબડાદાદા સર્કલ,નલીયા પાસે એક ઈસમ પોતાના કબ્જાની મો.સા.ની ટાંકી ઉપર એક સફેદ કલરમો કોથડો લઈ સંકાસ્પદ હાલતમાં ઉભેલ હતો.જે ઈસમની પાસે જઈ નામ-ઠામ પુછતા મજકુર પોતે પોતાનું નામ રજાક સુમાર સુમરા, ઉવ.૨૦, રહે. ગામ. રામપર(અબડાસા), કચ્છ વાળો હોવાનું જણાવેલ અને તેની મો.સા. ઉપર પડેલ સફેદ કલરના કોથડો ચેક કરતા આશરે ૩૯ કિલો કોપર(તાંબા) ના વાયર જોવામાં આવતા સદર તાંબાના વાયરો બાબતે તેની પાસે કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તેની પાસે કોઈ આધારા પુરાવા ન હોવાનું જણાઈ આવતા મજકુર આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર કોપર(તાંબા) વાયરો જેનુ આશરે વજન ૩૯ કિલો કિં.રૂ.૨૩,૦૦૦/- તથા તેના કબ્જાની મો.સા.કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.૩૩,૦૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરુધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા કલમ ૧૦૬ તથા ૩૫(૧)(ઈ) હેઠળ નલીયા પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી. પરમાર શ્રી પી.સી.શીંગ રખીયા, એ.એસ.આઇ. માણેકભાઇ ગઢવી તેમજ જોરાવરસિંહ જાડેજા નાઓએ સદર કાર્યવાહી કરેલ છે.