નલિયામાંથી શંકાસ્પદ વાયરો સાથે એક શખ્સની ધરપકડ
copy image

નલિયામાંથી શંકાસ્પદ વાયરો સાથે એક શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત દિવસે એસઓજીની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે મળેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન નલિયાના અબડાદાદા સર્કલ નજીક મોટરસાઇકલ ઉપર શંકાસ્પદ વાયરના કોથળા સાથે આ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉપરાંત આ વાયર સુજાપરની સીમના સોલાર પ્રોજેક્ટમાંથી ચોરાયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સપાટી પર આવેલ છે જે અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.