ગાંધીધામમાં પગપાળા જઈ રહેલ યુવતીની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

fir

copy image

copy image

ગાંધીધામમાં પગપાળા જઈ રહેલ યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના શક્તિનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી એક દુકાનમાં કામ કરનાર યુવતી ગત સાંજના સમયે પોતાના ઘર બાજુ જઈ રહી હતી. તે સમયે સામેથી આવતા એક શખ્સે આ યુવતીની અચાનક છેડતી કરતાં તેણે રાડારાડ કરી હતી. રાડારાડના પગલે આસપાસના લોકોએ એકઠા થઈ આ શખ્સને પકડી પાડ્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.