મુંદ્રાથી હૈદરાબાદ રવાના કરેલ કુલ 16 લાખનું ઓઈલ રસ્તામાં સગેવગે કરનાર ત્રણ વિરુદ્ધ ફોજદારી
copy image

મુંદ્રાથી હૈદરાબાદ રવાના કરેલ કુલ 16 લાખનું ઓઈલ રસ્તામાં સગેવગે થતાં ત્રણ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, આ બનાવના ફરિયાદી પડાણાના દેવજીભાઈ સામતભાઈ ઝરૂએ કરાવેલ નોંધ અનુસાર ગત તા. 28/1થી 3/2 સુધી મુન્દ્રાના રાધે શ્યામ વેરહાઉસથી હૈદરાબાદ વચ્ચે આ બનાવ બન્યો હતો. ફરિયાદીની રામદેવ કૃપા રોડ લાઈન ટ્રાન્સપોર્ટને મુંદરા રાધે શ્યામ વેરહાઉસથી હૈદરાબાદ સુધી ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ સપ્લાય કરવા માટે ઓર્ડર મળેલ હતો. જે કિમત રૂ.16,32,931નું 29.760 ટન ઓઈલ ટેન્કરમાં ભરવામાં આવેલ હતું. જે આરોપી ઈશમે નિયત જગ્યાએ માલ ન પહોંચાડી રસ્તામાં સગેવગે કરી નાખ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.