બાઇક સ્લીપ થઈ જતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

copy image

બાઇક સ્લીપ થઈ જતાં કોટાયના 20 વર્ષીય યુવાનને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દર્શનભાઇ પ્રેમજીભાઇ સંજોટ નામનો યુવાન ગત રાતના સમયે કોટાયનો દર્શન સંજોટ બાઇક લઇને કુનરિયા અને કોટાય વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે કોઈ કારણે તેની બાઇક સ્લીપ થઈ જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સવારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.