પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા નૂતન કારોબારી રચના કરવામાં આવી

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એ સરકાર માન્ય શિક્ષકોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે. જેના ધટક જિલ્લા કચ્છ જિલ્લાની આગામી ત્રણ વર્ષ માટે નૂતન કારોબારી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની અધ્યક્ષતા માં રચના કરવામાં આવી. જિલ્લા ચુંટણી અધિકારી પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજાના પ્રસ્તાવ ને જિલ્લા હોદેદારો કારોબારી સભ્યો અને તાલુકાના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અનુમોદન આપ્યા બાદ નીચે મુજબ ની જવાબદારીઓ સર્વાનુમતે સોંપવામાં આવી.સમગ્ર જિલ્લા બેઠક અને સામાન્ય સભાનું સંચાલન સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલએ અને કલ્યાણમંત્ર દ્વારા સમાપન પ્રાંત ઉપાધ્યક્ષ મૂળજીભાઈ ગઢવીએ કરાવ્યું હતું.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ :લખધીરસિંહ ટી જાડેજા
મંત્રી :મયુરભાઈ પટેલ
સંગઠન મંત્રી :રમેશભાઈ મઢવી.
વ. ઉપાધ્યક્ષ: બળવંતભાઈ છાંગા
વ. ઉપાધ્યક્ષ :ભરતભાઈ ધરેજીયા
ઉપાધ્યક્ષ:ભરતભાઈ નાયી
ઉપાધ્યક્ષ:રણજીતસિંહ પરમાર
ઉપાધ્યક્ષ:જખરાભાઈ કેરાસિયા
ઉપાધ્યક્ષ:જુવાનસિંહ સોઢા
મ.ઉપાધ્યક્ષ :દક્ષાબેન રાણીપા
સહમંત્રી :ભાવસિંહ ઝાલા
સહમંત્રી :નવીનભાઈ ખખલા
સહમંત્રી:શામજીભાઈ મેયાત્રા
મ.સહમંત્રી બિનાકાબેન ગોસ્વામી
સહ સંગઠન મંત્રી:ભાઈલાલ ભાઈ જોશી
સહ સંગઠન મંત્રી :અનિલભાઈ રાઠોડ
મ.સહ સંગઠનમંત્રી હેમલતાબેન લોચા
પ્રચાર મંત્રી :તરુણભાઈ શાહ
કોષાધ્યક્ષ :કાંતીભાઈ રોઝ
આંતરિક ઓડિટર:ગોવિંદભાઈ તિવારી
કાર્યાલય મંત્રી:વસરામભાઈ આહિર
રાજ્ય પ્રતિનિધિ : રામસંગજી જાડેજા
નવનિયુક્ત જિલ્લા કારોબારી ને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી પરેશભાઈ પટેલ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ અનિરુધ્ધસિંહ સોલંકી સંગઠનમંત્રી હિતેષભાઇ ગોપાણી માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર,સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,પ્રાંત ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ એ શુભેચ્છાઓ પાઠવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું.