મુન્દ્રામાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 13 વર્ષીય કિશોર ટ્રેઇલર તળે કચડાયો
copy image

મુન્દ્રામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું ટ્રેઇલર તળે કચડાઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશ હાલે નાના કપાયામાં રહી કાર ગેરેજમાં કામ કરનાર સોયબખાન કયુનખાત સાંજના સમયે ગેરજમાંથી બાઇક ઇ ગેરજની વસ્તુ લેવા નીકળ્યો હતો. અને તેની સાથે તેનો મામાઇ ભાઇ 13 વર્ષીય અનસ મુબીના પણ ગયેલ હતો. આ બંને રાશાપીર દરગાહ સામે પહોંચતા સામેથી બોલેરો નજીકથી નીકળતા બાઇક સાઇડમાં લેતા અમે બન્ને બાઇક પરથી પટકાયા હતા. આ ઘટનામાં ફરિયાદી સોયબખાન સાઇડમાં પડયો હતો. અને અનસ પાછળથી આવતા ટ્રેઇલર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.