સાયબર ફ્રોડને લઈને પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી : પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે 182.37 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો

સાયબર ફ્રોડને લઈને પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે 182,37,68,862 રકમના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે મ્યુલ એકાઉન્ટ વડે સાઇબર ફ્રોડ આચરતી ટોળકીનો પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે નાના લોકોને ભોળવી તેમના અકાઉન્ટનું દુરુપયોગ કરતા સાયબર ઠગો સામે કાર્યવાહી કરવામાં આવી છે
પોલીસ તપાસમાં સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 81 જેટલાં અકાઉન્ટની માહિતી સામે આવી છે પોલીસને સમન્વય પોર્ટલ પરથી માહિતી મળી કે સાયબર ટોળકી સામે દેશભરમાં કુલ 74 ફરિયાદ નોંધાઈ ચુકી છે
દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગના મુખ્ય સૂત્રધાર યશ ભાટિયા સહિત 4 આરોપીઓની અટકાયત કરાઈ છે
સાઇબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે પૂર્વ કચ્છ ગાંધીધામ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકો સાથે લાલચ આપી અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા મંગાવી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા ફોન કોલ અને મેસેજ દ્વારા લોકોને રોકાણ લોન કમિશન અને અન્ય લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા ત્યારબાદ આ એકાઉન્ટોનો ઉપયોગ કરી દેશભરમાંથી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ દ્વારા કુલ 17 જેટલા સાઇબર ફ્રોડના ગુનાઓ કરવામાં આવ્યા છે જેમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે આ ગુનામાં સંડોવાયેલા અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને મહત્વનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય ચાર આરોપીઓને પકડવા તજવીજ ચાલુમાં છે પૂર્વ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા ફોન કોલ લિંક મેસેજ અથવા લાલચભરી ઓફરો પર વિશ્વાસ ન કરવો પોતાનું બેંક ખાતું એટીએમ કાર્ડ ઓટીપી કે અન્ય વિગતો કોઈને પણ આપવી નહીં પૂર્વ કચ્છ પોલીસે સાયબર ગઠીયા સામે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે જો કોઈ વ્યક્તિ સાઇબર ફ્રોડનો ભોગ બને તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવાની અપીલ કરવામાં આવી છે