ભુજમાંથી 45 હજારની રોકડ સાથે બે ખેલીઓની થઈ ધરપકડ
copy image

ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ઈશમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ગત દિવસે બપોરના સમયે એલસીબીની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ખેડૂત તાલીમ કેન્દ્રની સામે કૈલાસનગર ખાતે આવેલી ખુલ્લી ઓરડીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતા બે ઈશમોને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રૂા. 45,400ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.