વરસામેડીમાંથી પાંચ ખેલીઓની અટક
copy image

અંજાર નજીક વરસામેડી સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસામેડીના સીમ વિસ્તારમાં ડબલ્યુ મેટની સામે ચૌધરી કોલોનીમાં જાહેરમાં જુગારીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પરથી પોલીસે 12400ની રોકડ સાથે પાંચ ખેલીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.