ભચાઉમાં 36 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભચાઉમાં 36 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભચાઉમાં મહાકાલી મંદિર નજીક કારિયાધામમાં રહેનાર મુકેશ પ્રજાપતિ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર પોતાના રૂમમાં લાકડામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે નોંધ કરી પોલીસે તેના પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.