વરસામેડીની સોસાયટીમાં મહિલા સાથે બદકામ કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની એક સોસાયટીમાં મહિલા સાથે બદકામ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, વરસામેડીમાં આવેલ સોસાયટીમાં ગત તા.16/8થી 16/10 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અહીં એક મહિલા એકલાં રહે છે, આરોપી ઈશમ સાથે રહેવા આવ્યો હતો. આ શખ્સે મહિલાને પીણાંમાં કાંઈ નાખી પીવડાવી બેભાન કરી હતી અને બાદમાં તેના ભિભત્સ ફોટો પાડી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી આ મહિલા સાથે વારંવાર બદકામ કર્યું હતું. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.