મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા

મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા હતા. વધુમાં મળતી માહિતી અંતર્ગત મુંદરા પોલીસે નાના કપાયાના છકડા સ્ટેશન નજીકની પુરન જનરલ સ્ટોર પાસે આવેલી દુકાનમાં આરોપીઓએ સલામતી અને સુરક્ષાના નિયમો પાળ્યા વિના પોતાના કબજાની દુકાનમાં કોઈ પણ જાતની પરવાનગી વિના રાંધણ ગેસના બાટલા રાખ્યા હતા. તેમજ અહીં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ થતું હતું. ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા નાના-મોટા ગેસના 33 બાટલા જેની કિંમત રૂપિયા 45 હજાર, વજન કાંટો, ગેસ રિફિલિંગની નોઝલ, 30 લિટર ડીઝલ મળી 48,550નો કુલ જથો જપ્ત કરવામાં આવ્યો હતો. . પોલીસે મૂળ યુપીના હાલે નાના કપાયાની આશાપુરા કોલોનીમાં રહેતા સૌરભ છેદામીલાલ નિસાદ અને પુરનાસિંગ ફતેહાસિંગ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. .