ભચાઉમાં કિશોરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

fir-3

copy image

copy image

ગાંધીધામના ભચાઉમાં 14 વર્ષીય એક કિશોરીને ગાડીમાં લઈ જઈ તેનું અપહરણ કરી તેના ઉપર બળાત્કાર અંગે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગે સૂત્રોમથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લાયન્સનગરમાં રહેનાર આરોપી ભાવેશ ચમનલાલ ઠક્કર નામના શખ્સે કિશોરીનું અપહરણ કર્યું હતું. શાળાએ અભ્યાસ કરનાર 14 વર્ષીય કિશોરી સાથે ગત.તા 18/1ના સવારના અરસામાં બોલેરો ગાડી નંબર જીજે-39-ટી-7918માં અપહરણ કરી ગાડીમાં તેની સાથે આ બદકામ કર્યું. બનાવથી કિશોરી ડરી ગઈ હતી. બાદમાં તેણે આપવીતી વર્ણવતાં આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો જેના પગલે પોલીસે તેને પકડી પાડયો હતો.