મુંદરામાં પરિણીતાનો આપઘાત
copy image

મુંદરામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન રેખા ટુકાવી લીધી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદરાના સંસ્કારનગરમાં રહેતા મૂળ ઓડિસ્સાના પ્રશાંતકુમાર બહેરાની પત્ની રાજશ્રીસિંઘે ગઇકાલે સવારે 11થી બે વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર લોખંડના એંગલ વડે ગળામાં બાંધીને ફાંસો ખાઇ લેતાં મૃત્યુ પામ્યાની વિગતો તેના પતિએ મુંદરા પોલીસ મથકમાં જાહેર કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે.