બજેટ-2026ની હાઈલાઈટ્સ :ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું.
copy image

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.આ બજેટમાં હરવા, ફરવા, રમવા, મોજ કરવા અને ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ ખાસ ફોક્સ કરાયું છે. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું છે. ત્યારે રમતગમત મંત્રાલય માટે 2,006 કરોડ અને પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹3,090 કરોડ એમ કુલ 5,096 કરોડની ફાળવણી કરાઈ છે.
ખેડૂતો
ખેડૂતો માટે 3043 કરોડ
નાના-સીમાંત ખેડૂતો માટે કૃષિ ઓજારોની ખરીદી માટે 1565 કરોડ
6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવા 12 કરોડ
સુજલામ સુફલામ પાઈપ લાઈન યોજના માટે 1237 કરોડ
સૌની યોજના માટે 473 કરોડ
કચ્છની યોજના માટે 1333 કરોડ
કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે 1539 કરોડ
પશુપાલન
4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે
112 કરોડની જોગવાઈ કરવામાં આવી
મત્સ્યઉદ્યોગ
માળખાકીય સુવિધા અને સ્ટોરેજ માટે 1340 કરોડ
મહિલા સશક્તિકરણ
‘લખપતિ દીદી’ માટે 47 કરોડ
સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સહાય માટે 45 કરોડની જોગવાઈ
આંગણવાડીના બાળકો અને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા 972 કરોડ
નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થિનીઓ માટે 1250 કરોડની જોગવાઈ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે 2848 કરોડની જોગવાઈ
ITIમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના”
40 કરોડની જોગવાઈ કરવામાં આવી
યુવા અને રોજગારી
VB-G RAM G માટે કુલ 1500 કરોડ
વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5967 કરોડ
પોસ્ટ-મૅટ્રિક શિષ્યવૃત્તિ યોજના
કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારી 6
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થી માટેની માસિક સહાય વધી
માસિક સહાય 2160થી વધારી 2500 કરવામાં આવી
વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે
શિક્ષણ
બાલવાટિકાથી ધોરણ-10 માટે સંકલિત સ્કૂલો બનાવાશે
120 કરોડની જોગવાઈ કરવામાં આવી
ઉદ્યોગ :
25 GIDCને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે.
1250 કરોડની ફાળવણી
120 મિનિ GIDCનું નવીનીકરણ કરાશે
50 કરોડની જોગવાઈ
આદિવાસી વિસ્તારોમાં 5 નવી GIDC
ઝાલોદ-ગરબાડા તાલુકામાં બે, અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં 3 GIDC