ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધૂણેટી પર્વ નિમિત્તે વધારાનું સંચાલન હાથ ધરાશે

હોળી-ધૂણેટી પર્વ નિમિતે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને સુવીધા મળી રહે તે માટે નિગમ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૬ થી
તા.૦૨/૦૩/૨૦૨૬ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, જિલ્લા તરફના વધારાના મુસાફર પ્રમાણને પહોંચી વળવા માટે, હોળી-ધૂણેટીના તહેવાર
દરમિયાન ઉજવાતા ફૂલડોલ ઉત્સવ માટે ડાકોર ખાતે હોળી-ધૂણેટીના તહેવાર દરમિયાન મુસાફરના પ્રમાણને પહોંચી વળવા માટે મુસાફર પ્રમાણને
ધ્યાને લઇ એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.
જે સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હોળી-ધૂણેટી પર્વ દરમિયાન
પ્રવાસીઓ ને બસ સુવિધાનો લાભ મળે તે હેતુથી તા. ૨૭/૦૨/૨૦૨૬ થી તા.૦૨/૦૩/૨૦૨૬ દરમિયાન વધારાનું સંચાલન હાથ ધરવામાં
આવશે. તા.૨૭/૦૨/૨૦૨૬ થી તા.૦૨/૦૩/૨૦૨૬ દરમિયાન કચ્છના વિવિધ ડેપો દ્વારા પ્રવાસીઓના ઘસારાને અનુલક્ષીને વધારાનું એકસ્ટ્રા
સંચાલન હાથ ધરવામાં આવશે તેમજ પ્રવાસી જનતા દ્વારા પોતાના નજીક ના ડેપોથી ગ્રુપ બૂકિંગ થી એકસ્ટ્રા બસ સેવાનો લાભ મેળવી શકાશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર એકસ્ટ્રા સંચાલન તેમજ ગ્રુપ બુકીંગથી બસ એકસ્ટ્રા સેવા
મેળવવા અંગેની વધુ માહિતી નજીકના ડેપો મેનેજર/બસ સ્ટેન્ડથી મેળવી શકાશે.